Home गुजरात હાઇકોર્ટની ફટકાર બાદ BUCપરમિશન વગરની મિલ્કતો સીલ કરતા તોડબાજ જાગ્યા.

હાઇકોર્ટની ફટકાર બાદ BUCપરમિશન વગરની મિલ્કતો સીલ કરતા તોડબાજ જાગ્યા.

422
0

તક્ષશિલા અગ્નિકાંડના સુરત મનપાના આરોપીઓ લીલાલહેર નોકરી કરે છે.સાચા ગુનેગાર કોણ ? બિલ્ડરો, વિકાસ અધિકારી કે ઇજનેરો, રહીશો કે સરકાર ?

આરટીઆઇ કાર્યકર્તા.

ગુજરાત હાઇકોર્ટમાં જવાબ આપવાનો હોવાથી મહાનગરપાલિકાના કમિશનરને દિવ્યજ્ઞાન-ભાન થયું. હુકમ કર્યો ૧૫મીટરથી ઊંચા મકાનો “”બીયુ”” કાયદેસરની “”રજા””મકાન વપરાશના સર્ટિ.ના હોય એવી મિલકત ગટર,પાણી વીજળી કનેક્શન કાપી નાખો. રહીશોને રસ્તે રખડતાં કરી મકાનો સીલ કરી દો. શું અત્યાર સુધી ******* હતાં ?

નગરપાલિકામાં ગેરકાયદેસર ચાલતા બાંધકામો અટકાવવાની જવાબદારી શહેરી વિકાસવિભાગની હોય, વિભાગના ઇજનેરો અને એરિયા ઇન્સ્પેક્ટરો પોતાના વિસ્તારમાં આંખો બંધ કરી ખીસ્સા ભરી ભરી ચોકીદારી કરતા હોય છે એમની રહેમ નજર હેઠળ ગેરકાયદેસર બાંધકામો પૂરબહારમાં ધમધમે છે.આ ગેરકાયદેસર બાંધકામ થાય ત્યારે લાખો માનવ કલાકો વેડફાઈ, કુદરતી સંપત્તિ પાણી,જમીન માટી,વીજળી, અને માનવ શક્તિ વપરાય છે. જો ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવામાં આવે તો સરવાળે દેશને આર્થિક નુકસાન થાય છે. આવા ગેરકાયદેસર બાંધકામ કરવા દેનારા, કરનારાઓને જેલને હવાલે કરવામાં આવે એ જરુરી છે.ગેરકાનૂની બાંઘકામ પાછળ શહેરી વિકાસના, વુડા,ઓડા સુડા.ના,અધિકારીઓ જ જવાબદાર છે.


ગેરકાયદેસર બાંધકામની ભલામણ કરનારા નગરસેવકો, રાજકીય માફીયાઓ અને બિલ્ડરો લાભ ચાટી જાય છે. ઘરના ઘરનું સ્વપ્ન જોનાર મકાન ખરીદનારાઓ સામાન્ય નાગરિકો સરવાળે નુકસાન ભોગવે છે.

આવા અનેક પ્રશ્નો સાથે ગુજરાત હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી કરવામાં આવી છે. અદાલતે જાતે જ સુઓ મોટો દાખલ કરવી જોઈએ જેમાં ગુજરાત રાજ્ય સરકારને પણ પક્ષકાર બનાવવામાં આવે. આવાએક કેસમાં 15મી ફેબ્રુઆરીના રોજ ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થઈ હતી ગુજરાતમાં બિલ્ડીંગ યુઝ પરમિશન વગરના જેટલા મકાનો છે તેનો વિગતવાર વિસ્તારવાર રિપોર્ટ રજૂ કરવા માટે ન્યાયમૂર્તિ આદેશ કરે એ અન્વયે ગુજરાતની તમામ નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓના પ્રમુખ અને મ્યુનિસિપલ કમિશનર સફાળા જાગ્યા છે. ગુજરાત હાઇકોર્ટમાં સારા, ફરજનિષ્ઠ, કર્મશીલ દેખાવા માટે ૧૫ મીટરથી ઊંચી બિલ્ડીંગ,મકાન મિલકત તવાઈ લાવીને સીલ મારવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

ફક્ત સુરતની વાત કરીએ તો સૌથી વધુ ગેરકાયદેસર બાંધકામ સુરત મહાનગરપાલિકાની મધ્યસ્થ કચેરી આવેલી છે એવા વિસ્તાર સેન્ટ્રલ ઝોનમાં જોવા મળે છે. સુરતમાં પ્રાથમિક સર્વે અનુસાર લગભગ 400 કરતાં વધુ મિલકતો સીલ કરવામાં આવી હોય એવા અહેવાલો પણ જાણવા મળેલ છે. આમાં પણ પારસલિટી કરી વેર વાળવાના કરતૂતો થયાં હશે.

એક બીજી વાત કરીએ તો સુરત મહાનગરપાલિકામાં ગેરકાયદેસર બાંધકામો બાબતે માહિતી અધિકાર અન્વયે સૌથી વધારે માહિતીની અરજીઓ થાય છે.માહિતી અધિકારીઓ એમના ટાઉટો એમના દલાલો આરટીઆઈ અરજી થયા કે કરાવ્યાં પછી એક્ટિવિસ્ટોના નામે ભાગમબટાઈ કરતાં હોય છે. સુરત મહાનગર પાલિકાના નગરસેવકો પણ આરટીઆઇ કરી કરાવી માહિતી ભેગી કરી જે તે જે વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામ ચાલતા હોય ત્યાં ડરાવી તોડપાણી કરતા હોય એવા સમાચારો અવારનવાર અખબારમાં પ્રકાશિત થાય છે. આપણા સુરતના ભાજપ-કોંગ્રેસના નગરસેવકો તોડપાણી કરતા અને લાંચ લેતા પકડાયા છે. યાદ કરો સુડાના ચેરમેન પકડાયા હતા.

ઘણા નગરસેવકોને માર પણ પડ્યો છે અને ઘણા કથિત આરટીઆઈ એક્ટિવિસ્ટોના મર્ડર પણ થયા છે.

અમારી જાણકારી મુજબ ગેરકાયદેસર બાંધકામ બાબતે ગુજરાત હાઈકોર્ટે અમદાવાદ મહાનગરપાલિકાના શહેરીવિકાસ વિભાગના અને ઇજનેરોને લાખો રૂપિયાનો આર્થિક દંડ ફટકારી અને સજા પણ જાહેર કરી હતી.

ગેરકાયદેસર બાંધકામ થવા દેવા અને એની પાછળથી જે બે નંબરની વસુલાત થાય છે એની સામે દંડની રકમ બહુ નાની હોય છે. કાનૂની પ્રક્રિયા પણ બહુ ઢીલી ઢીલી થતી હોય છે. એકવાર સસ્પેન્ડ ગયેલો નગરપાલિકાનો જાહેર સેવક ફરીથી પાછો પોતાની ખુરશીમાં ગોઠવાઈ બેફામ બની જાય છે. એ આપણે સુરતમાં બનેલા ગોઝારા અગ્નિકાંડ તક્ષશિલા હત્યાકાંડના આરોપીઓ આજે પણ સુરત મહાનગરપાલિકામાં નોકરી કરે છે લાખો રૂપિયા પગાર લે છે.

આ બધું જ સુરત મહાનગરપાલિકાના કમિશનર નગરસેવકો સામાજિક કાર્યકરો જાણે છે છતાં ચુપ થઇ ગયા છે. કારણ એક જ માનવું આ ગેરકાયદેસર બાંધકામમાં આ લોકોની ભાગીદારી હોય છે.

સુરત મહાનગરપાલિકા સુરતના વિકસતા વિકાસ વચ્ચે ઝોનલ અધિકારીઓ, ઇજનેરો,ડેપ્યુટી કમિશનર ગેરકાયદેસર બાંધકામમાં પાંચ દશ ટકાની ટકાવારી ભાગીદારી રાખીને પાછલે બારણેના ભાગીદાર હોય છે. એક કે.પટેલ નામ ધારક અટક ધારક સુરત મહાનગરપાલિકામાં વરસોથી જામી પડેલો અધિકારી સસ્પેન્ડ થવાની બીકે ડરથી ગભરાઈને હાલ રાજીનામુ મંજુર કરાવવામાં સફળ રહે છે.

કોઇ ગેરકાયદેસર બાંધકામ ચાલતું હોય એ રાતના અંધારામાં થતી ચોરી જેવું નથી હોતું.કારણ ઘણા બીજા હોઈ શકે ? , ક્યાં તો વસુલાત કરવામાં આવતું બે નબર ની રકમ નીચે થી લઈ ને ઉપર સુધીમાં તેની ફાળવણી કરવામાં આવતું હોય ? ક્યાંક તો તે અધિકારી કે કર્મચારીઓ તે પોસ્ટ ની પદ માટે પુરતી રકમ ની ચુકવણી કરવામાં આવતું હશે. જે તપાસ નું વિષય વસ્તુઓ હોય છે. જ્યાં સુધી તપાસ પૂરી થાય તે સમય ગાળા સુધી તે ભષ્ટાચાર અધિકારી અને કર્મચારીઓ સરકાર શ્રી ની તોજોરી લુંટીને ને ઘર ભેગામળીને ને આરામ કરતું થઈ જાય છે?

હાલ માં જ મદ્રાસ હાઈકોર્ટ ના એક કેસ માં સુનવણી કરવામાં આવેલ હતા જેમાં વિભાગ માં ૧૦૦ માં થી ૯૦ લોકો ભષ્ટાચાર કરી ને પોતાનું કામગીરી કર્તા હોય છે. સરકારી. અર્ધ સરકારી અધિકારી/કર્મચારીઓ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here