Home क्राइम મેઘવા હત્યા કેસ માં ભાલેજ પોલીસે ગણત્રીના કલાકોમાં જ હત્યાનો ભેદ ઉકેલી કરી ત્રણની ધરપકડ…

મેઘવા હત્યા કેસ માં ભાલેજ પોલીસે ગણત્રીના કલાકોમાં જ હત્યાનો ભેદ ઉકેલી કરી ત્રણની ધરપકડ…

0
મેઘવા હત્યા કેસ માં ભાલેજ પોલીસે ગણત્રીના કલાકોમાં જ હત્યાનો ભેદ ઉકેલી કરી ત્રણની ધરપકડ…

ઉમરેઠ તાલુકાના મેઘવા ગામે રહેતી એક પરિણીતાએ પ્રેમમાં આડખીલીરૂપ બનતા પોતાના પતિનું પ્રેમી અને તેના સાગરિત દ્વારા ગળુ દબાવીને હત્યા કરાવી નાંખતા ચકચાર મચી જવા પામી છે. ભાલેજ પોલીસ પી.એસ.આઇ રાજદીપસિહ જાડેજા અને સ્ટાફ દ્વારા ગણત્રીના કલાકોમાં જ હત્યાના ભેદભરમ ઉકેલી નાંખીને ત્રણની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.

૧૨મી તારીખના રોજ મેઘવા ગામની નાની ખડકીમાં રહેતા ગૌતમભાઈ ચંદુભાઈ પટેલ (ઉ. વ. ૪૦)ની લાશ ગામની સીમમાં આવેલા વાળંદના કૂવાવાળા ખેતર નજીક રોડની ગટર પાસેથી બિનવારસી મળી આવી હતી. જેથી પોલીસે લાશનો કબજો લઈને સામુહિક આરોગ્ય કેન્દ્રમાં પેનલ ડોક્ટર દ્વારા પીએમ કરાવતા ગળુ દબાવીને હત્યા કરાઈ હોવાનું ખુલવા પામ્યું હતુ.
પત્નીના પ્રેમીએ ઉઘરાણી કરવા જવાના બહાને વાળંદવાળા કૂવા પાસેના ખેતરે બોલાવી ગૌતમ પટેલનું ગળુ દબાવીને હત્યા કરી હતી : ૧૧મી તારીખના રોજ રાત્રીના સુમારે ગળુ દબાવીને હત્યા કર્યા બાદ અકસ્માતે મોતમાં ખપાવી દેવાનો પ્રયાસ કરાયો હતો પરંતુ પીએમ રિપોર્ટમાં હત્યાનો ભેદ ખુલ્યો.
પોલીસે ચન્દ્રકાન્ત પટેલ અને મહેશ ઉર્ફે જીગાની ધરપકડ કરીને હત્યામાં વપરાયેલી અલ્ટો કાર, મોબાઈલ ફોનો વગેરે જપ્ત કરીને વધુ તપાસ હાથ ધરી છે…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here