Home गुजरात સુરત, સરથાણા વિસ્તારમાં BRTS બસમાં અચાનક આગ લાગતા ભાગદોડ મચી જવા પામી...

સુરત, સરથાણા વિસ્તારમાં BRTS બસમાં અચાનક આગ લાગતા ભાગદોડ મચી જવા પામી છે.

208
0

સુરત,સરથાણા વિસ્તારમાં આવેલા સીમાડા બીઆરટીએસ રૂટમાં બીઆરટીએસ બસમાં આગ ફાટી નીકળી હતી. આગ એટલી પ્રચંડ હતી કે જોત જોતામાં જ બસ આગની ઝપેટમાં આવી હતી. જેથી આસપાસમાં અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. જો કે,બસમાંથી મુસાફરોને ઉતારી દેવાયા હોવાથી કોઈ ઈજા જાનહાનિ સર્જાઈ નહોતી. ફાયરબ્રિગેડે પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો જો કે બસ બળીને ખાક થઈ ગઈ હતી.
સરથાણાના સિમાડા વિસ્તારમાં બીઆરટીએસ રૂટમાં દોડતી અગમ્યકારણોસર આગ લાગી ગઈ હતી. આગ લાગ્યા બાદ બસમાં સવાર મુસાફરોને સલામત રીતે ઉતારી દેવામાં આવ્યાં હતાં.બાદમાં બસમાં આગ ફેલાઈ ગઈ હતી. જોત જોતામાં આગની લપેટમાં આવેલી બસના ધૂમાડા દૂર દૂર સુધી જોઈ શકાતા હતાં.


બસમાં આગ લાગ્યાની જાણ થતાં જ મોટી સંખ્યામાં લોકોના ટોળા એકઠા થઈ ગયાં હતાં. રસ્તા પરથી પસાર થતાં લોકો પોતાના વાહનો થંભાવીને આગને જોવા રોકાઈ ગયાં હતાં. જેથી રસ્તા પર ટ્રાફિક જામ પણ અમુક સમય માટે સર્જાયો હતો.
બસમાં આગ લાગ્યા બાદ ટ્રાફિક જામ સર્જાયો હતો. જેથી આસપાસમાંથી એકઠા થયેલા લોકોને દૂર કરવા માટે તથા ફાયરબ્રિગેડ સારી રીતે કામગીરી કરી શકે તે માટે પોલીસ કાફલો અને ટીઆરબીના જવાનો પણ ઘટના સ્થળે દોડી આવ્યાં હતાં.

क्रांति समय पर सबसे पहले Hindi News पढ़ने ने के लिए हमें यूट्यूबफेसबुक और ट्विटर पर फॉलो करें. देखिए और सुनिये क्रांति समय पर  Hindi News पढ़ने ने के लिए  fm radio,share market news,cricket score क्रांति  समय से जुड़ी लेटेस्ट खबरें.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here